લાગણીશીલ બની અમે તો લાગણીમાં વહી ગયા,
રાત સરી ગઈ કેટલા સપના અધુરા રહી ગયા.
કેમ કરીને સમયને પકડું મુઠ્ઠીમાં?
આપણા મિલનની પળોને પણ સાથે લઈ ગયા.
કરવી હતી ઘણી વાતો,
તમે દિલના શબ્દો પણ ચોરી ગયા.
ફરીથી મળવાનું વચન માગવું હતું,
પણ તમે તો કાયમની વિદાય લઈ ગયા.
તમે યાદ કરતા હશો નિમિકાને?
કે તમારી યાદોમાં બીજા કોઈ વસી ગયા?
હવે બીજા કોઈને નથી આપવું સ્થાન આ દિલમાં,
મારું દિલ તો તમે સાથે લઈ ગયા.
લાગણીશીલ બની અમે તો લાગણીમાં વહી ગયા,
રાત સરી ગઈ કેટલા સપના અધુરા રહી ગયા.
નિમિકા.
#લાગણીશીલ