"સમજાતું નથી"
દ્રષ્ટિ કરે છે છળ કે દુનિયા બદલાયે છે
હોઠ સુધી આવેલો પ્યાલો ઢોળાય છે
કુદરત ત્યારે પલટાયે છે
ગઈ કલ સુધી ગમતું ગુલાબ નથી ગમતું આજે
શું તે કરમાઈ ગયું કે કાંટા ના રંગ માં રંગાઈ ગયું
મૃગજળ થી નથી અજાણ કોઈ
છતાં કેમ છેતરાય છે હર કોઈ
જિંદગી વિષે કંઈક લખવાનું મન થાયે છે ત્યારે
મૃત્યુ નજીક આવી જાય જયારે
આમ તો માનવ સર્જે છે સંજોગને
છતાં ઘડે સંજોગ માનવ ને
એવું બને છે કેમ ?
આજે મને સમજાતું નથી એમ
Mahek Parwani