છઠ્ઠી માંગ- આનંદ છે. માનસ આનંદ પ્રદાન કરે છે.પરમાનંદ, બ્રહ્માનંદ, નિજાનંદ, સહજાનંદ......રામ ચરિત્ માનસ આપણને આપે છે.
માનસ આપણને જ્ઞાન પણ આપે છે.
' સરગ નરક અપબર્ગ નિસૈની
ગ્યાન બિરાગ ભગતિ સુભ દેની' માનસ એક એવી સીડી છે, જે જ્ઞાન પ્રદાન કરે.
આઠમું પ્રેમ. પૂણ્યમ્ પાપ હરમ....
પ્રેમના દાતા રામ છે.
ભરત ચરિત કરી નેમ...સિયરામ પદ પ્રેમ....
પૂજ્ય બાપુએ કહ્યું કે મારી દ્રષ્ટિએ આઠ વસ્તુની સાથે એક નવમી વાત જોડવી જોઈએ- અને તે છે ત્યાગ! જ્યાં પ્રેમ હશે, ત્યાં ત્યાગ હશે જ! ત્યાગને અલગ કરવાની જરૂર નથી. પ્રેમ ત્યાગ કરાવશે જ. છતાંય શ્રુતિ ત્યાગનો મહિમા કરે છે. અહીં સંસાર ત્યાગવાની વાત નથી.આપણે સંસારનો ત્યાગ ન કરી શકીએ. આપણે આપણી સમજ અને આપણા સમયનું દાન કરી શકીએ, સંપત્તિનું દાન કરી શકીએ.આજે રાષ્ટ્ર અને વિશ્વ પર સંકટ છે, ત્યારે સહુ ત્યાગ કરી રહ્યા છે. શ્રુતિ કહે છે એ રીતે, ચાર પ્રકારે ત્યાગ કરીએ
શ્રદ્ધયા દેયમ્ - જે આપો, એ શ્રદ્ધાથી આપો. અશ્રદ્ધેય અદેયમ્....
બાપુએ કહ્યું કે આજે, દેશકાળ પ્રમાણે, શ્રદ્ધા ન હોય તો પણ આપો, ત્યાગ કરો. શ્રીયા દેયમ્ - ઓકાત પ્રમાણે આપો. હ્રિયા દેયમ્ - શરમનાં કારણે આપો. બધા આપે છે, તો આપણે પણ આપવું જોઈએ, એવી શરમથી પણ આપો.એ પણ ત્યાગ છે. સંસારમાંથી તમને જે મળેલું છે, એ સંસારનાં શુભ માટે ત્યાગો.
આ નવ વસ્તુ માનસ પ્રદાન કરે છે. સ્પર્ધા શબ્દ મને પ્રિય નથી. પણ રામચરિતમાનસ શ્રદ્ધા દ્વારા ત્યાગનો મહાગ્રંથ છે. દરેક પાત્ર પોતાની જગ્યાએથી ત્યાગ કરે છે, છતાં કોઈ ને પોતાના ત્યાગનો અહંકાર નથી. ત્યાગ એ છે કે ક્યારે ત્યાગ થયો, કેટલો થયો, કોના માટે થયો, શું કામ થયો... એની ખબર પણ ન રહે!! *ત્યાગની વારંવારની ઉદઘોષણા ત્યાગનું કલંક છે!*
માંગ ન રાખીએ. પણ જીવ હોવાથી જે કાંઈ માંગ છે, એ માનસ પાસેથી- અથવા આપણા પોતાના ધર્મગ્રંથ પાસેથી- માંગીએ.
*આજની બાઉલ કથા :*
કેટલાક લોકો નૌકામાં બેસીને જઈ રહ્યા હતા.નાનકડી ખાડી પસાર કરવાની છે. મોટો સાગર તરવાનો નથી. પણ નાવિક લાંબો વાંસ લે છે. એટલે કોઈ એને પ્રશ્ન કરે છે કે હલેસાં સાથે પણ આ ખાડી તો પાર થઈ શકે! તો તમે આવડો મોટો વાંસ શા માટે લીધો છે?
નાવિક કહે છે કે મોટો સાગર પાર કરવા માટે હલેસાં જોઈએ. પરંતુ નાનકડી ખાડી પાર કરવા તો લાંબો વાંસ જ જોઈએ. કારણકે વાંસના ટેકાથી નૌકા આગળ ધકેલવી પડે છે. આપણી ચિંતા, આપણો વિષાદ, આપણી ઉપાધિઓ, આપણી વ્યાધિઓ- એ બધી નાનકડી ખાડી છે. એને ઓળંગવા માટે આપણે લાંબા લાંબા વાંસ લઈએ છીએ. મોટા સમુદ્રને પાર કરવા માટે નાનકડા સૂત્ર કાફી છે.
કબીરજી આ માટે ચાર હલેસાં આપે છે.
'ગુરુ સેવા, જનબંદગી, હરિસુમિરન વૈરાગ્ય...'
પ્રથમ હલેસું છે - ગુરૂની સેવા. કારણ કે - 'ગુરુ આજ્ઞા સમ ન સાહિબ દુજા...'
બીજું - 'જન-બંદગી' - સહુની સેવા. ત્રીજું - હરિનાં નામનું સ્મરણ અને ચોથું વૈરાગ્ય.
બાપુએ કહ્યું, કે મારે જો આમાંથી બે જ હલેસાં પસંદ કરવાના હોય, તો એ છે ગુરૂ-સેવા અને હરિ-સ્મરણ.
સંસાર સાગરને પાર કરવા માટે આ બે હલેસા કાફી છે.
અંતમાં, પૂજ્ય બાપુએ કહ્યું કે "આજે આપણા આદરણીય પ્રધાનમંત્રીએ જે રાષ્ટ્રજોગ સંદેશ આપ્યો, એ મુજબ પરમ દિવસે પાંચ તારીખે રાતના નવ વાગ્યે, સૌ પોતાનાં ઘરે
બધી જ લાઈટ બંધ કરીને દીપ પ્રગટાવીએ. જેની પાસે જેવી સુવિધા, એવો દિપક પ્રગટાવજો.