Gujarati Quote in Book-Review by Chirag Vora

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક છોકરો કોલેજમાં હતો ત્યારે સાથે ભણતી એક છોકરી સાથે તેને પ્રેમ થયો. છોકરીના ઘરના લોકો લવમરેજ માટે માન્યા નહિ.. અંતે બંને જુદા પડી ગયા.. છોકરીના માતાપિતાએ એના લગ્ન પોતાની જ જ્ઞાતિ ના વેલ ટુ ડુ યુવાન સાથે કરાવ્યા.. છોકરો આ ઘટનાથી બહુ ડિસ્ટર્બ થયો.. તેણે ..
માબાપ ને કહ્યું કે તમે જે છોકરી પસન્દ કરશો તેની સાથે હું મેરેજ કરી લઈશ..માબાપે છોકરી શોધી. જોકે બનેનું લાબું ન ચાલ્યું. અંતે ડિવોર્સ થઈ ગયા. એક દિવસ એની જૂની પ્રેમિકા તેને મળી ગઈ..
યુવાને કહ્યું કે તારી સાથે લગ્ન થયા હોત તો જિંદગી જુદી હોત.. તે ના પાડી પછીમે કઈ જોયા વગર લગ્ન કરી લીધાં હતાં..
પ્રેમિકાએ કહ્યું તારી જે હાલત છે તેના માટે તું મને દોષ ન દે. તારી સાથે લગ્ન થઈ શકે તેમ નથી એવું જાણ્યા પછી મેં ઘણા છોકરા જોયા હતા. મને યોગ્ય લાગ્યું ત્યાં જ મેં હા પાડી. મારો હસબન્ડ સારો માણસ છે.. મને તેનાથી કે મારી લાઈફથી કોઈ ફરિયાદ નથી.
હું પણ તને પ્રેમ કરતી હતી . આપણે ઈચ્છતા હતા તે ન થયું. .. તે શું કર્યું..? જોયા વિચાર્યા વિના હા પાડી દીધી? તમારો સંબન્ધ ન ટક્યો એમાં એનો વાંક હોય એ જરૂરી નથી. ડિવોર્સ નું કારણ તું પણ હોઈ શકે છે.. તે માત્ર તારી જિંદગી નથી બગાડી.. એ છોકરીની જિંદગી પણ બગાડી છે.. હવે તું એસ્ક્યુઝીસ શોધે છે..કે આમ હોત તો તેમ હોય.. આ બધા બહાના છે..લાઈફ જેવી હોય છે એવી સ્વિકારવાની હોય છે..
હજુ કઈ મોડું થયું નથી. તને ગમતી વ્યક્તિ સાથે જિંદગી નવેસરથી શરૂ કર.. ku

Gujarati Book-Review by Chirag Vora : 111384422
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now