What say jyotish and puran about kinnar and transgender
જાણો કેવી રીતે જન્મે છે કિન્નર, શું કહે છે પુરાણ અને જ્યોતિષ શાસ્ત્ર
સંસારમાં નર અને નારી ઉપરાંત પણ અન્ય એક વર્ગ છે. જેને સંપૂર્ણ નર કે નારી નથી હોતા. જેમને કિન્નર અથવા તો ટ્રાન્સજેન્ડરના નામથી સંબોધિત કરવામાં આવે છે. અને તમને અંગે જાણવા માટે પણ બધામાં ઉત્સુકતા રહે છે. રસપ્રદ વાત એ છે કે કિન્નરોના જનનાંગ જન્મથી લઇને મૃત્યુપરાંત એક જેવું જ રહે છે. કિન્નરોની અંદર એક અલગ ગુણ જોવા મળે છે. તેમની પાસે પુરુષ અને સ્ત્રી બન્નેના ગુણ એક સાથે જોવા મળે છે. પુરાણ અને જ્યોતિષ શાસ્ત્રમાં તેમના જન્મને લઇને અનેક દાવાઓ કરવામાં આવ્યા છે.
જ્યોતિષ શાસ્ત્ર અને પુરાણોમાં કિન્નરોના જન્મને લઇને અલગ-અલગ દાવાઓ કરવામાં આવ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે બાળકના જન્મ વખતે તેની કૂંડળીમાં આઠમા ઘરમાં શુક્ર અને શનિ હોય અને તેના પર ગુરુ તથા ચંદ્રની નજર ન હોય તો વ્યક્તિ નપુંસક થઇ જાય છે અને તેનો જન્મ કિન્નરોમાં થાય છે. કારણ કે કૂંડળી અનુસાર શુક્ર અને શનિ આઠમા ઘરમાં વિરાજમાન હોય તો સમાગમમાં પ્રજનન ક્ષમતા ઓછી થઇ જાય છે. જ્યોતિષ શાસ્ત્રની વાત માનીએ તો તેનાથી બચવાની એક રીત પણ છે. આ પરિસ્થિતિમાં શુભ ગ્રહની દ્રષ્ટિ હોય તો બાળક નપુંસક જન્મતું નથી. કિન્નર તરીકે જન્મ થવા માટે અનેક ગ્રહોને પણ જવાબદાર ઠેરવવામાં આવે છે.
શાસ્ત્રોની વાત માનીએ તો કિન્નરોના જન્મ માટે તેમના પૂર્વ જન્મના ગુનાહ પણ જવાબદાર હોઇ શકે છે. પુરાણોની વાત માનવામાં આવે તો અર્જૂનની ગણતરી પણ અનેક મહિનાઓ સુધી કિન્નરો તરીકે કરવામાં આવતી હતી. મોગલ શાસનની વાત કરીએ તો તે સમયે કિન્નરોનો રાજ દરબાર લગાવવામાં આવતો હતો.