આમ(કેરી)ને ફળોનો રાજા માનવામાં આવે છે. ખાવામાં તો આ ફળ ખાટ્ટુ-મીઠ્ઠુ અને સ્વાદથી ભરેલું હોય છે. પરંતુ કેરીની અંદર છુપાયેલા અસલી ગુણોને ખૂબ જ ઓછા લોકો જાણે છે, કેરી ઉપર એક જાણીતી કહેવત છે કે ‘આમ કે આમ ઔર ગુટલીઓ કે દામ’ એકદમ યોગ્ય છે કારણ કે આ ફળની છાલ અને ગોટલી પણ ખૂબ જ ઉપયોગી છે. આવો જાણીએ કેરીના ખાસ આવા જ ગુણો વિશે...
100 ગ્રામ કેરીમાં પૌષકતત્વોઃ-
પોષણ પાકેલી કેરી કાચી કેરી
ઊર્જા 74 કિલો કેલેરી 44 કિલો કેલેરી
રેશા 0.7 ગ્રામ 1.2 ગ્રામ
કેલ્શિયમ 14 મિ. ગ્રા. 10 મિ. ગ્રા.
લોહ 1.3 મિ. ગ્રા. 5.4 મિ. ગ્રા.
કેરોટીન 2743 માઈક્રોગ્રામ 90 માઈક્રોગ્રામ
વિટામીન-સી 19 મિ.ગ્રા. 3 મિ.ગ્રા.
-ગરમીની સિઝનમાં પાકેલ ફળ ખાવાથી થાક અને તરસ બંનેનો અનુભવ થતો નથી.
-ગ્લુકોઝ કાર્બોહાઈડ્રેડ, ફ્રક્ટોઝ, સુક્રોઝ વિટામિન સી વગેરે પ્રચુર માત્રામાં જોવા મળે છે.
-કેરીની છાલનો ઉકાળો બનાવી ઘાવને ધોવાથી જૂનામાં જૂનો ઘાવ પણ ભરાઈ જાય છે.
-કેરીના તાજા પાન ચાવવાથી દાંત મજબૂત બને છે અને દાંતના અનેક રોગો જડથી સમાપ્ત થઈ જાય છે.
-પાકેલ કેરી આળસને દૂર કરે છે તથા મૂત્ર સંબંધી રોગોનો સફાયો કરે છે.
-કેરીની છાલને તાજા પાણીમાં પીસીને પીવડાવાવથી કોલેરા સારું થઈ જાય છે.
-પ્રાકૃતિક રીતે પાકેલ કેરી ક્ષયરોગ અર્થાત્ ટીવીને મટાડે છે.
-જે લોકોને શુક્રપ્રમેહ શારીરિક વિકારો અને વાત વગેરે અર્થાત્ વાયુ સંબંધી દોષને લીધે સંતાનોત્પતિ ન થતી હોય તો તેની માટે પાકેલી કેરી કોઈ વરદાનથી ઓછી નથી. અર્થાત્ સંતાન સુખથી વંચિત દંપતિ માટે કેરી ખૂબ જ લાભદાયક હોય છે.
-પ્રાકૃતિ રીતે પાકેલ તાજી કેરીના સેવાથી પુરુષોમાં શુક્રાણુઓની કમી, નપુસકતા, મગજની નબળાઈ વગેરે રોગો દૂર થઈ જાય છે.