*આજીજી*
કઈં રીતે કરૂ વ્હાલા તમને રાજી ?!
ક્યારનીય કરૂ છું *આજીજી* !
ઘડીકમાં રીસાવું ને ઘડીકમાં મનાવું,
શીદને કર્યુ તમારૂ મન આવું ?!
કઈં રીતે કરૂ વ્હાલા તમને રાજી...
ક્યારની ય કરૂ છું *આજીજી*....!
ભીતરના બારણાં ઉઘાડો, તો
દેખાય ચકચૂર પ્રેમનો
નિભાડો...!
કઈં રીતે કરૂ વ્હાલા તમને રાજી,
ક્યારની ય કરૂ છું *આજીજી*...!
તમે કહો તો ઊભી રહુ એકદમ,
તમે કહો તો ચાલુ સંગ હરકદમ,
કઈ રીતે કરૂ વ્હાલા તમને રાજી..
ક્યારનીય કરૂ છું *આજીજી*...!!
ઘડીકમાં ચહેકો,ઘડીકમાં મહેકો,
ઘડીકમાં બદલાય તમારો લહેકો...
કઈં રીતે કરૂ વ્હાલા તમને રાજી...
ક્યારનીય કરૂ છું *આજીજી*...!
ભાવતા ભોજનીયા બનાવી,
હરખે જમાડ્યું,
પેટના રસ્તે હ્રદયમાં ઘર બનાવ્યું...!
ને વ્હાલા થઈ ગયાં રાજી રાજી...!
જેને માટે કરતી'તી ક્યારનીય *આજીજી*....!!
તુટી ગયાં બધાય બંધન, ને
વ્હાલથી કર્યુ મને આલિંગન...!!
હું તો થઈ ગઈ રાજી રાજી...
જેના માટે,
ક્યારની ય કરતી'તી *આજીજી*....!!
-ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*