*હસતી રહે તું*
****************
દિકરી સ્વરૂપે તને પ્રથમ વખત જોઈ, ત્યારે ...
તારી અર્ધબીડાયેલ આંખોના ભાવ વાંચવા મથતી,
એક આંખ હસતી ને એક આંખ રડતી,
ને કહેતી...
હે ,જગતજનની તું!
*હસતી રહે તું*...!
બાળપણનો તારો હસવાનો રણકાર,
ફિક્કો લાગતો ઝાંઝરનો ઝણકાર,
જીવનમાં તારા કોઈ ન કરે છણકાર...
હે બાલા ત્રિપુરા , તું !
*હસતી રહે તું*...!
શાળા, કોલેજના આવ્યા દિવસો,
તારા પર લદાયા નવા નિયમો,
તો ય કરજે સર તું નવા આયામો,
હે ,સ્વયંસિધ્ધા તું..
હસતી રહે તું...!
રૂમઝુમ કરતાં આવ્યા નોરતા ,
સાજ શણગારના એના ઓરતા,
ને પાછા યુવાનીના કદમ મહોરતા,
તોય ,ઢગલો અવલેહના ઝેલતા,
હે, રૂપાક્ષી તું...
*હસતી રહે તું*....!
લગ્નની મૌસમ મહોરી,
વાલમની લહેરખી વહોરી,
મહિયરની ઓઢણી પહેરી,
વહુ બનીને તું પાંગરી..
હે ,મહાલક્ષ્મી તું ...
*હસતી રહે તું*...!
માત્રૃત્વના વાયરા વાયા,ઘરના સૌ હરખાયા,નવા પડકારો આયા...
તોય,
હે ,જગતજનની તું...
*હસતી રહે તું*....!
સૌ દિકરીમાં ઈશ્વર ભાળું,
કોઈપણ દિકરીને નવ દેજો ઘર કજીયાળુ,
એ છે તો સમગ્ર સંસારમાં અજવાળું,
તું આખાય જગતનો ભાર સંભાળું, તો
હે, જોગમાયા તું...
*હસતી રહે તું*...!
મૉં બાપની આંખનું રતન,
કુંટુંબનું કરતી પ્રેમે જતન,
તો ય,
ન માંગતી એનું ક્યારેય વેતન,
હે, અન્નપુર્ણા તું...
*હસતી રહે તું*....!
ભયના ઓછાયામાં
બનજે નિર્ભયા,
તું ન જુવે ક્યારેય દુ:ખના ઓછાયા,
દીધા સંસ્કાર સારા તો મૉં બાપ એ, દિકરીને નામે ઓળખાયા..
તો,
હે, મૉં દુર્ગા તું...
*હસતી રહે તું*....!
જન્મ મળ્યો એને માનવ રૂપે,
સંસારમાં મળશે ,એ વિવિધ સ્વરૂપે,
દિકરી તો છે શક્તિ સ્વરૂપે,
હે, આદ્યશક્તિ તું...
*હસતી રહે તું*....!
-ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*
🕉️⚛️🕉️
*દુનિયાની દરેક બહેનો,દિકરીઓને સમર્પિત*...🙏🏻