Gujarati Quote in Poem by Rutambhara Thakar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*કલમથી કાગળ પર*
✒️✒️🗒️✒️✒️
જે હૈયે હોય એ હોઠે આવે...!
મગજે હોય એ કલમે આવે...!
*કલમથી કાગળ પર* અમે શબ્દોની રંગોળી પુરવા લાગ્યા,
એમા દિલથી રંગો સજાવા લાગ્યા...!
કાગળ કલમ સજાવી ,
અક્ષરોની ખુબસુરત ભાત ઉપસાવી,
ને સૌને ગમવા લાગી...!
પુરસ્કારો મળવા લાગ્યા,લાઈક્સ મળવા લાગ્યા....!
શરૂ થઈ ...
*કલમથી કાગળ પર* ની સફર..
કલમની સહીથી પાંગરતો એકેએક શબ્દ ,
લાગણીઓને આપતો હ્રદયાંજલી..!!
એ સંવેદના
કિપેડથી લખાતા શબ્દોમાં ક્યાં શોધવી ...?!!
*કલમથી કાગળ પર* લખાતા શબ્દો જ્યારે સભા ભરે,
મેળાવડો કરે ‌..!
એકમેકને વરીને લગ્ન કરે ...!!
ત્યારે એમનું એક બાળક જન્મે ...!
*લેખન* એનુ નામ..!
✒️🗒️✒️
-ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*

Gujarati Poem by Rutambhara Thakar : 111384087
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now