*એક ભૂલ*
_______________
પારકાની ભૂલ સૌને દેખાય,
પણ પોતાની સંતાડે રે..,
ભૂલ ભરેલો ભરમ ભૂલનો,
એમાં હરકોઈ કેમ ભરમાય રે.....!!!
એક ભૂલની અવગણના પડશે ભારે,
સમજાશે જ્યારે તે ભૂલના મોલ રે,
દિકરી -દિકરો ગાડાના બે પૈડા,
એક પૈડે ગાડુ કેમ કરી હંકારાય રે....!!!
ભૂલથી તો મળશે અનુભવનુ ભાથું,
ભૂલની ઉપેક્ષા પડશે ભારે,
માણસમાત્ર ભૂલને પાત્ર,
ભુલોથી શિખશે એ જ બનશે મહાન રે....!!!
ભૂલને તો પોતાની ભૂલ કદી નઈ સમજાય,
એક આંગળી બીજા તરફ,
તો ત્રણ પોતાના તરફ જ ચિંધાય રે,
પસ્તાવાનો ભાવ એને ન પરખાય રે...!!!
ચાલ ને થોડોક પ્રેમ કરી લઈએ !!!
એમ કહી ,મેં કરી એક નાની શી ભૂલ ,
એ યાદ રાખ્યું... એ જ ,મારી મોટી ભૂલ ,
નાની કે મોટી ભૂલ તો ભૂલ કહેવાય રે....!!!
ભૂલની સજા સૌ કોઈ ભોગવતું,
ભૂલ... ભૂલથી ય ન કરતી ભેદભાવ એમાં,
હું એક નાનકડો જીવ જીવ,એમા
શીદને રહું ભૂલથી બાકાત રે....!!!
-ઋતંભરા વિશ્વજીત