Gujarati Quote in Poem by Rutambhara Thakar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ધબકારા*
🎶 💓 🎶

હૉંડમૉંસનું શરીર મારૂ મંદિર,
આરુઢ થયા મહી હ્રદયતણા દેવ,
પ્રાણપ્રતિષ્ઠિત કર્યા મહી...ધબકારા.
ત્યારથી ,
સજીવ ,દેવ,દાનવ કે માનવ માત્રનો.....,

જીવીત હોવાનો એકજ આધાર....
ધબકારા !!!

વેદો,પુરાણો, ઉપનિષદો ને ધાર્મિક ગ્રંથોનો એક જ સાર,
આત્મા ના ઉર્ધ્વગમન ને આરોહણનો ,
ઝમીરથી જીવવા જોઈએ કર્મસારા,
પરંતુ,

જીવીત હોવાનો એક જ આધાર....
ધબકારા !!!

મંદીર,મસ્જીદ,ચર્ચ કે ગુરુદ્વારા,
સૌ ને બનાવવા જોઈએ આરસ.
લોઢાને સોનુ બનાવવા જોઈએ પારસ.
લવણ વિના સુના સૌ વાનગીના રસસારા.
પરંતુ,

જીવીત હોવાનો એકજ આધાર ...
ધબકારા !!!

હર વૈરાગીને માટે વૈરાગ્ય નિરંતરા,
હર મિલ્કત માટે એક વંશજ એ પરંપરા,
દિકરી તોય દરેક કુંટુંબની કુળધરા
પરંતુ,

જીવીત હોવાનો એકજ આધાર....
ધબકારા !!!

કોલાહલમાં જાય છે બાળકનુ ભણતર,
'સોરી' અને 'થેન્ક્યુ' મા તોલાયું ગણતર,
હૉંયવૉંયમા અટવાયા મૉંવતર,
છતાંય ક્યાંક દેખાતા બાળસહજ હરકતોના ચમકારા.
પરંતુ,

જીવીત હોવાનો એકજ આધાર....
ધબકારા !!!

પોતાનુ લોહી રેડી ને વધારતો એ દેશની શાન,
દેશને ધબકતો રાખવા ગુમાવતો એ પોતાની જાન,
શુરવિરતાના એ શુરાનો એક જ નારા,
ઝંડા ઊંચા રહે હમારા,
પરંતુ,

જીવીત હોવાનો એકજ આધાર...
ધબકારા !!!

રોકી કોણ શક્યું , આ હ્રદયના ધબકારને?!
શિસ્ત અને સંગીત રચ્યું છે ધબકારે ધબકારે આ પરવરદિગારે ,
નિસ્ચેતનનો તુંજ પ્રાણ વ્હાલા મારા,
પરંતુ,

જીવીત રહેવાનો એકજ આધાર....
ધબકારા !!!

-ઋતંભરા વિશ્વજીત

Gujarati Poem by Rutambhara Thakar : 111384079
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now