*ચોકલેટ*
🍫🍡🍥🍭🍬
*ચોકલેટ એટલે ચોકલેટ*...!
ભિન્ન ભિન્ન પ્રકારની...!
ભિન્ન ભિન્ન આકારની...!
ભિન્ન ભિન્ન સ્વાદની....!
ભિન્ન ભિન્ન રંગરૂપ ની......!
ભિન્ન ભિન્ન સુંગંધની...!
ભિન્ન ભિન્ન માધ્યમથી બનેલી...!
કોઈ વળી હાથે બનાવેલી....!
તો..,
કો'ક વળી મશીન બનાવટની...!
તો ય.....,
*ચોકલેટ એટલે ચોકલેટ*....!
મનુષ્ય અને ચોકલેટમાં કેટલી સામ્યતા....!!!
ચોકલેટ.....,
મનુષ્યના સ્વભાવ જેવી.....,
કોઈ રંગરૂપ ને સ્વાદ બદલતી...,
કોઈ વળી આકાર બદલતી...,
કોઈ વળી..,
કઠોર મનુષ્ય જેવી....!
કોઈ વળી તદ્દન નરમ ,પોચી ને સહજમાં ઓગળી જાય એવી..!!!
મનુષ્યની હરકતો જેવી રંગ બદલતી.....,!!!
કાળી,ધોળી,બદામી,ગુલાબી,કેસરી ને લીલી ,પીળી...!!
મનુષ્યના સ્વભાવ જેવી.....,!!
ક્યારેક પારદર્શક, ક્યારેક અકળ ,
ક્યારેક અપારદર્શક....!
દેખાવ પરથી અનુમાન બાંધવું ખુબ કઠીન....!!!
તો ય ,
*ચોકલેટ એટલે. ચોકલેટ*......!
આબાલ - વ્રૃધ્ધ સૌની પ્રિય....!!!
મીઠી મીઠી યાદોની જેમ.....
એને ચગળવાની મઝા જ કાંઈ ઓર...!!!
ગમે તે ભોગે મીઠાસ વહેંચવાનો જ ગુણ ......!!!
મનુષ્યમાં એની જ કમી....!!!!
છતાંય ઘણા ય લોકો ચોકલેટ જેવા....
મીઠા મીઠા.....
એમનુ સાંનિધ્ય ....માણવું ગમે તેવું, મોજીલું,મીઠાસ વહેંચતુ, ચગળવા જેવું.....!!!!
મનુષ્ય ને ચોકલેટમાં ગજબની સામ્યતા.....!!!
તોય...
*ચોકલેટ એટલે ચોકલેટ*.....!
-ઋતંભરા વિશ્વજીત