આજની હરિકથા
બનાવવા. કિસાન અન્ન આપે છે, કુંભાર પાત્ર આપે છે.
એક વખત, જે દીકરી કિસાનનાં ઘરે હતી, એનાં ખેતરમાં બીજ વવાઈ ગયા હતા. પરિસ્થિતિ એવી હતી કે જો એક સપ્તાહમાં વરસાદ ના આવે તો પાક નિષ્ફળ જાય અને ઘણું મોટું નુકસાન થાય. દિકરીનો બાપ એ વખતે એના ઘરે જાય છે અને દીકરીની ચિંતા જાણે છે.અને એને આશ્વાસન આપે છે. અને કહે છે કે હું પ્રાર્થના કરીશ.
ત્યાંથી બાપ બીજી દીકરીના ઘરે જાય છે. એને ત્યાં માટીનાં બનાવેલાં પાત્રો નીંભાડામાં નાખેલાં છે. એ કહે છે કે જો એક સપ્તાહમાં વરસાદ આવશે, તો આ વર્ષ હારી જઇશું. એટલે ભગવાન કરે અને એક સપ્તાહ સુધી વરસાદ ન આવે તો સારું! બાપ એને પણ આશ્વાસન આપે છે અને કહે છે કે હું પ્રભુ પ્રાર્થના કરીશ.
વાર્તા તો ત્યાં પૂરી થાય છે.
પૂજ્ય બાપુએ કહ્યું કે - "તલગાજરડાની દ્રષ્ટિમાં, બાપે પરમાત્માને એવી પ્રાર્થના કરી હશે કે હે હરિ! એટલું ઝાકળ વરસાવો, કે પાક બળી ન જાય અને નીંભાડાની આગ પણ ન બુજાય!!
આપણા જીવનમાં એક તરફ પ્રવૃત્તિ અને બીજી તરફ નિવૃત્તિ પૈકી કોને નારાજ કરીએ?
આપણે આવા *સમયે અખંડવૃત્તિ અને અખંડ સ્મૃતિ બનાવી રાખીએ* જ્ઞાનમાં અખંડવૃત્તિ હોવી જોઈએ. અખંડવૃત્તિ જ્ઞાન ભૂમિકામાં સ્થિત રાખે છે. અને અખંડ-સ્મૃતિ ભક્તિની ભૂમિકામાં સ્થિત રાખે છે.જે આ કરી શકે છે, તે જ આ જન્મમાં કૃતકૃત્યતાનો અનુભવ પામી શકે છે.
પૂજ્ય બાપુએ રાષ્ટ્ર અને વિશ્વને રામ જન્મની વધાઈ દેતા, પરમાત્માને વિનંતી કરી કે દેશ અને દુનિયાને વિપત્તિથી વિશ્રામ તરફ દોરી જાઓ. અમે તો પોકાર કરી શકીએ, પરિણામ તો આપના હાથમાં છે. અંતે' સર્વે ભવન્તુ સુખિનઃ' ની પ્રાર્થના સાથે પૂજ્ય બાપુએ પોતાની વાણીને વિરામ આપ્યો. અને કહ્યું કે મારા મૌનમાં તો હું તમારી સાથે જ છું. પણ હું મારી વાણીને પવિત્ર કરવા માટે આપ સૌ સાથે પુનઃ કાલે સંવાદ કરીશ.