ખબર નહીં છું ખુટે છે
જીંદગી તુ કેમ મારાથી રૂઠે છે..
બધા ને ખુશ રાખવા માં હું જ ખોવાઈ ગઈ..
જોડી રાખવા બધા ને
હું જ મારા થી જ છુટી ગઈ.
એકલતા થી એટલી ટેવાય ગઈ
કે ટોળા માં પણ સૂનમૂન બની ગઈ.
આંસુ છુપાવવા આંખ ના આજે કેટલુંય હસી લવ શું.
ને એકલતા માં કેટલુંય રડી લવ શું
ધા તો બધા જ રૂઝાય ગયા છે.
પણ દિલ પર લાગેલા કેમ રૂઝાતા નથી.
મન કઈ માનતું નથી
આજે કેમ સામું થઈ ને મારૂ ફરે છે.
આજે હું જ મારી સાથે ખૂબ લડી .
પણ નારાજ તો ના જ થઈ .
ખબર છે મને કે મનાવવા કોણ આવસે .
આજે તારા માટે કયા કોઈ ને સમય મળે છે.