#ગુણવત્તા_પ્રભુ
ગુણથી ભરેલા ગુણવંત દેખી
હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણ કમળમાં મુજ
જીવનનું અર્ધ્ય વહે,
કરુણા ભીની આંખો માંથી અશ્રુનો
શુભ શોધ વહે,
શુભ થાવું માતૃભારતી સૌ મિત્ર નું
એવી ભાવના નિત્ય વહે,
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું માતૃભારતી
પર સૌ હૈયામાં વહેતું રહે,