પ્રેમની ગુણવત્તાને કેમ કરી પારખી શકાય?
તારા દિલમાં હુજ છું એ કેમ કરી જાણી શકાય?
પ્રેમમાં પડવાનું પણ મુહૂર્ત હશે?
પ્રેમમાં પડવાનું સારું ચોઘડિયું કેમ કરી કાઢી શકાય?
આંખથી આંખ મળે ને પ્રેમ થઈ જાય?
એજ સાચો પ્રેમ છે એ કેમ કરી જાણી શકાય?
પ્રેમનો રસ્તો છે કાંટાળો,અને જોખમી;
ઝખ્મી થઈશું નહિ એ કેમ કરીને કહી શકાય?
પ્રેમની કોઈ દવા હશે?
મારા ઘાયલ હૃદયની દવા ક્યાંથી લાવી શકાય?
મારી આંખમાં આંસુ છે તારી યાદના ,
આંસુને આંખમાંથી આવતા કેમ રોકી શકાય?
હેડકી આવી ,સાથે યાદ તારી લાવી.
પણ તુંજ યાદ કરી રહી છે એ કેમ કરી કહી શકાય?
હજી જીવું છું હું, એ પુરાવો છે કે તું ભૂલી નથી,
પણ હજી કેટલું જીવીશ એ કેમ કરી જાણી શકાય?
નિમિકા.
#ગુણવત્તા