Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નિર્ભયા થી ન્યાય સુધી

આ ગુન્હેગારના વકીલ ઓપીસિંહ હતા. આ માણસના કારણે હું આ કેસમાં વધુ વિચારતો થયો હતો. જ્યારે પ્રથમવાર ડેથવોરંટ રદ્દ થયું ત્યારે એમની તમામ ચાલનો હું અભ્યાસ કરવા લાગ્યો કારણ કે કાયદા દ્વારા કાયદાની છેડતી કરતો હતો. પણ સુપ્રીમ કોર્ટની બહાર જે શબ્દ આ માણસ બોલ્યો ત્યારે ખરેખર એવું લાગ્યું કે આ માત્ર વકીલ જ છે માણસ નથી. હેવાનો સાથેના સંપર્કમાં આવી હેવાન બની ગયો છે. એ બોલ્યો કે, "રાતના 12 વાગે એની દીકરી શુ કરતી હતી એ એની માને ખબર હોય..!" આ શબ્દ સુપ્રીમના અંતિમ ચુકાદા પછી વકીલે બોલેલા શબ્દો છે. એ માણસ આ ન બોલ્યો હોત તો મારી નજરે ફક્ત એ કેસ હાર્યો હતો, પણ હવે એ પોતાનું ચરિત્ર અને સંસ્કાર પણ હારી ગયો છે, માનવતા અને શરમ જેવા ગુણો એનામાં ન હતા. બાકી આટલી લાંબી ચર્ચા આજ ન કરવી પડેત.

ફાંસી ફક્ત ગુન્હેગારમાં એક ભય પેદા કરે છે કે જો આવા કૃત્ય કરશો તો પરિણામ આવું આવશે. જીવ હિંસાને મેં ક્યારેય સમર્થન નથી કર્યું પણ ન્યાય અને સમાજની વ્યવસ્થાને મજબૂતી થી ટકાવી રાખવા માટે અમુક ઉદાહરણો આપવા જરૂરી છે એટલે જ હૈદરાબાદના પ્રિયંકા રેડ્ડી કેસના તમામ ગુન્હેગારને માર્યા એનું સમર્થન કર્યું. કારણ કે ફરી કોઈ માં બાપ કોર્ટના ચક્કર ન લગાવે. આપણી જવાબદારી છે કે તમામ સ્ત્રીને ભય મુક્ત વાતાવરણ આ દેશમાં આપી. જેથી આવા કૃત્ય ક્યાંય ન બને.

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111382452
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now