પ્રશ્ન એ વ્યક્તિનું કરવામાં આવતું એવું મૂલ્યાંકન જેના દ્વારા આપણે તેને આપવામાં આવેલ બુદ્ધિ મત્તા કેળવણી કૌશલ્ય ની ગુણવત્તા ની ચકાસણી કરી શકાય છે. બૌદ્ધિક કસોટી નું ઇષ્ટતમ માપન કરી શકાય છે.
વિદ્યાર્થી સમયમાં શિક્ષણના દરેક વર્ષમાં તેનું મૂલ્યાંકન પ્રશ્નપત્ર દ્વારા જ કરવામાં આવે છે આખા વર્ષમાં બાળકે શું શિખેલ છે ? તેણે યોગ્ય જ્ઞાન મેળવ્યું છે કે નહીં ?હજુ કયા વિષયમાં સુધારાની જરૂર છે વગેરે એક પ્રશ્ન દ્વારા જ જાણી શકાય છે.પ્રશ્ન પૂછવા અને મનમાં પ્રશ્નો ઉદભવવા બંને અલગ-અલગ છે. જે વિદ્યાર્થીનું બૌદ્ધિક ક્ષમતા ગ્રહણ કરવાની શક્તિ ખૂબ વધારે હોય જીગનાષ્ય વધારે હોય તેઓ યોગ્ય પ્રશ્ન પૂછીને પોતાના મનોમન તેનું નિરાકરણ લાવવાના પ્રયત્ન કરતા હોય છે.
દાત. આલ્બર્ટ આઈન્સ્ટાઈન, ન્યુટન, થોમસ આલ્વા એડિસન, ગ્રેહામ બેલ, એપીજે કલામ વગેરેના મનમાં પ્રશ્ન ઉદભવે છે અને તેનું નિરાકરણ લાવતા નવી શોધ થાય છે અને એ નવા આવિષ્કાર આખી દુનિયા ને પ્રેરણાદાયક બને છે.
હાલમાં વ્યવસાય ક્ષેત્રે સંકળાયેલા ડોક્ટર વકીલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે પણ પ્રશ્ન દ્વારા છે પરિસ્થિતિનો તાત મેળવી લે છે.ખૂબ અઘરી ગણાતી આઇએએસની એકઝામ માં પણ પ્રશ્ન દ્વારા વ્યક્તિની બૌદ્ધિક શક્તિ નિર્ણય શક્તિ નું કૌશલ્ય યોગ્ય છે કે નહીં તે ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન દ્વારા જાણવામાં આવે છે.
આમ પ્રશ્નએ જ વ્યક્તિ નું સાચું પ્રતિબિંબ છે જેના દ્વારા વર્તમાન ભૂતકાળ અને ભવિષ્ય સાથે સંકળાયેલ પરિસ્થિતિનું નિરાકરણ, યોગ્ય નિષ્કર્ષ મેળવી શકાય છે.
સુનિલકુમાર શાહ