નેચર
સ્વભાવ કે કુદરત ?
શબ્દ એક પણ તેના અર્થ અલગ અલગ. તો બંને શબ્દો વચ્ચે કોઇપણ સામ્યતા કેમ નથી ? બસ ખાલી એક જ સામ્યતા કહી શકાય કે બંને ને સમજવા બહુજ મુશ્કેલ છે.
ગામના સરપંચ સવાર માં બહાર ખાટલા પર બેસીને છાપુ વાંચતા હતા. ત્યાં જ એમની નજર પહેલા પાનાં પર છપાયેલા સમાચાર પર પડી. મોટા અક્ષરે લખેલું હતું "કુદરત નો કહેર કોરોના ની ભારતમાં એન્ટ્રી" સરપંચ ને થયું કે ગામ ના લોકો ને મારે આ બાબત જણાવવી જોઇએ અને લોકો ને જાગૃત કરવા મારે હવે એક સભા બોલાવવી જોઈએ. દરેક ને ઘરે એક સંદેશો પહોંચાડવા માં આવ્યો કે એક કલાકમાં ગામ ના ચોરા પર તાત્કાલિક રાખેલી સભા ચાલુ થશે
એક કલાક પછી સભા ભરાઇ જેમાં દરેક વ્યક્તિ ઉપસ્થિત રહયો તદ્દઉપરાંત સરપંચે એમને આ રોગ સામે કેવી રીતે સાવચેત રહેવુ તે માટે થોડું પ્રવચન આપ્યું. આ સાથે સાથે ગામ માં રહેતા એક સંત મહાત્માને આ વિશે જાણ કરી અને હવે આગળ શું કરવું જોઈએ તે માટે બધા ભેગા મળી ત્યાં જવાનો નિર્ણય પણ કર્યો. સંત મહાત્મા એ બધી વિગતવાર માહીતી લઇ અને જણાવ્યું કે દેવી-દેવતા થોડા ક્રોધિત થયા હોય એમ લાગે છે તો આપણે સૌએ તેમને મનાવવા જોઇએ જેથી આપણા ગામ પર મોટી આફત ના આવે.
સંત મહાત્મા એ થોડા શાસ્ત્રો ફેંદી નાંખ્યા અને પછી બધાને સૂચન કર્યું કે અાજે સાંજે હુ મહાદેવ ના મંદિર સામે પાંચ ફુટ ઉંડો એક ખાડો ખોદીસ તેમાં એક નાનકળુ શિવલિંગ મુકીસ. બધા એ આજે સંધ્યાકાળ પછી એક લોટો દૂધ લઈને એ શિવલિંગ પર અભીષેક કરવા નો રહેશે. શિવલિંગ પર થયેલા દુધ ના અભિષેક થી ભગવાન શિવ પ્રસન્ન થશે અને આપણા ગામનુ રક્ષણ કરશે. બીજા દિવસે સવારે શિવલિંગને હુ મારા હાથે બહાર કાઢીશ અને આપણો સંકલ્પ ત્યાં પૂર્ણ થયો કહેવાશે. મહારાજના કહેવા પ્રમાણે બધાએ સંધ્યા કાળે આ કાર્ય ચાલુ કર્યું. વારાફરતી બધા આવતા અને ખાળા માં દુધ નો એક લોટો ચઢાવી ને જતા રહેતા.
ગામના એક કંજૂસ માણસ ને વિચાર આવ્યો કે બધા દૂધનો અભિષેક કરે જ છે તો જો હું એમાં દુધ ને બદલે એક લોટો પાણી નો અભિષેક કરુ તો પાણી એ દુધ માં મિક્ષ થઇ જશે અને કોઈને પણ ખ્યાલ નઇ આવે. પછી આખરે તેને એ ખાડા માં એક લોટો પાણી જ ચઢાવ્યુ.
સંત મહાત્મા ના કહેવા મુજબ બધા સવારે સૂર્ય ઊગતા જ એકત્ર થયા. સંત મહાત્મા જેવા ખાડા ની નજીક ગયા અને જોયુ તો દુધ ને બહાર કાઢ્યા વગર જ તેમને શિવલિંગ ના દર્શન થઇ ગયા એટલે કે આખો ખાડો પાણીથી ભરેલો હતો અને નીચે પડેલુ નાનકડું શિવલિંગ સાફ સાફ જોઇ શકાતું હતું.
સંત મહાત્મા એ બધા ને શિવલિંગ ના દર્શન કરવા નો આદેશ આપ્યો અનેે બધા ની નજર ખાડા પર પડતા જ બધા એકબીજા સામે જોવા લાગ્યા. ખાડા માં દુધને બદલે પાણી રેડવા નો વિચાર ખાલી પેલા કંજુસે નહી પણ ગામ ના બધા લોકો એ મનોમન કર્યો હતો.
દરેક..કાર્ય..પાછળ..મનુષ્યની મનોવ્રુતી કે માનસિકતા કાર્ય કરતી હોય છે પછી તે ભલે પોતાના હિત માટે હોય કે બીજાના હિત.માટે કે પછી સમાજ ના હિત માટે.
"તમારી નિતિ માં જ તમારી નિયતી છુપાયેલી હોય છે" દરેક જીવ આ વાક્ય ને બરોબર સમજે તો પણ તેની ઘણીબધી તકલીફો એમ જ દુર થઇ જાય.