મારો ને તારા પ્રેમને,
ખાનગી તું ના રાખ.
સપનામાં મારું આવવું,
ખાનગી તું ના રાખ.
તારા ઝૂકેલા નયનને,
ખાનગી તું ના રાખ.
તારું એ શરમવાનું,
ખાનગી તું ના રાખ.
દિલમાં મારા વસવાટને,
ખાનગી તું ના રાખ.
પ્રેમની એ વાત્યું ને,
ખાનગી તું ના રાખ.
પ્રેમ ભર્યા ઝગડાને,
ખાનગી તું ના રાખ.
યાદ આવે જો મારી તો,
ખાનગી તું ના રાખ.
- રુદ્ર રાજ સિંહ
તા. ૩૧/૦૩/૨૦૨૦
#ખાનગી