Gujarati Quote in Motivational by Hemant pandya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ જગતમાં મીત્રો, ભગવાને કોઈને કોઈ વહેણ (પ્રવાહ) મા વહાવે છે તો કોઈ ઉપ દ્રીપક શોધી તેને કેન્દ્ર બીન્દુમાં ખુશ રહી દીનચર્યા કરીએ બધા,
સમજવા સાદી ભાષામાં કહીએ,
કોઈને જલાવામાં રસ હોય, કોઈ જલન કરતું હોય, કોઈ ને પ્રેમ ના પ્રવાહમાં કોઈ પૈસાના, કોઈ સંપતિ ના નસામા કોઈ નામના મા કે રાજ કારણમાં, કોઈ હોદાના ગુમાનમાં,
અને ઉપ દ્રીપક એટલે જેને તમે નજરમાં રાખી પસંદ કરી તેની આજુબાજું રહો છો ખુશ રહો છો કે સેફ મહેસુસ કરો છો, કે પ્રફુલ્લિત રહો છો, સોધી લો કે એવી કઈ બાબત કે વસ્તું થી તમે આખો દીવસ ખુશ રહો છો ,અને કંઈ બાબતથી ભય કે દુખી,
જયારે માણસ અનુકૂલન સાધી સકે પરીસ્થિતિ સામે તો બીન્દાસ થઈ જીવે છે, ના સાધી સકે તો બચાવ પ્રયુક્તિ કરે છે, પ્રક્ષેપણ, દોષારોપણ , કે પછી ભય ,આક્રાત્મક, દંભ, વીગેરે પ્રવૃતિઓ, અને નાસીપાસ પણ બની જાય છે કયારેક,
મીત્રો પરીસ્થિતિ કેવી પણ હોય સંધર્ષ કરો અને સૈનીક બની લડતા રહો જીંદગી ની જંગ એક દીવસ કામયાબી કદમ ચુંમસે, પણ જીવવા એક ઉપદ્રીપક શોધી લો જેથી તમે ખુશ રહી શકો, કાઈ ન હોય તો આશાની એક કીરણને જ ઉપદ્રીપક બનાવી દો, તો શુખેથી જીવી શકશો, અને બીજા શુ કરે તેથી મતલબ ના રાખો તમે તમારી ઈમાનદારી માનવતા, દયા કરુણા પ્રેમ કે સદભાવના, ક્ષમા ના ભુલો ના મુકો તો તમને કોઈ દુખી નહી કરી શકે, ભય ક્રોધ લાલચ લોભ ઈર્ષ્યા ,દ્વેષ જેવી હીન વૃતીઓ બીજાને પછી પહેલા પોતાને વધું પરેશાન કરે છે.
આભાર

Gujarati Motivational by Hemant pandya : 111380712
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now