Gujarati Quote in Blog by Kavita Gandhi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોરોના વિશે થોડા પોઝિટિવ થઇએ........

નિષ્ણાતો એમ પણ કહે છે કે..
એક તો જ્યાં સુધી
કોરોના તમારા પર ત્રાટકે નહીં
ત્યાં સુધી જરા પણ ચિંતા ન કરો.

ચિંતા ત્યારે જ કરો
જ્યારે કોરોનાની અસર થાય.

દુનિયામાં અબજો લોકો વસે છે,
તેમાંથી માત્ર બે લાખ જેટલાને જ અસર થઇ છે.

કોરોનાની અસર થઇ ગઇ હોય તો પણ
એક વાત યાદ રાખો કે,
કોરોના થાય એ બધા મરી જતા નથી.
સોમાંથી સત્તાણું બચી જ જાય છે.

જે સાવચેતી રાખવાની છે
એ સાવચેતી રાખો,
બાકી ખોટા ગભરાઇ ન જાવ.

ઘરે રહેવાનું થાય ત્યારે પણ
બને ત્યાં સુધી
કોરોનાની વાતો કરવાનું ટાળો.

આપણે એક ને એક વાત જ
વાગોળ્યા કરીએ તો
વિચારો નબળા પડવાના જ છે.

મનથી મજબૂત હશો તો
દરેક પરિસ્થિતિનો સામનો કરી શકશો.
આ સમય પણ ચાલ્યો જ જવાનો છે,

પણ જો માનસિક અસર થઇ તો
તેમાંથી મુક્તિ મળતા બહુ વાર લાગશે.
તમામ પ્રકારની સાવચેતી રાખો,
બાકી ડરવાની કોઇ જરૂર નથી.

વાસ્તવિક ભય કરતાં
કાલ્પનિક ભય વધુ ખતરનાક હોય છે,
એટલે જરાયે નબળા ન પડતા અને
બીજાને પણ નબળા પડવા ન દેતા.

ચેપી રોગ પહેલી વખત જ ફેલાયો છે એવું નથી.
ભૂતકાળમાં પણ અનેક વખત
ચેપી રોગે કાળો કેર મચાવ્યો છે.

આ વખતે ઊલટું સારી વાત એ છે કે,
આપણને બધાને ખબર છે કે,
શું કાળજી રાખવાની છે.

Gujarati Blog by Kavita Gandhi : 111380024
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now