Gujarati Quote in Whatsapp-Status by DINESHKUMAR PARMAR NAJAR

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સરહદ...... (વાંચેલી વાર્તા)
**********************************
પંછી, નદિયા, પવન કે ઝોકે
કોઈ સરહદ ના ઈસે રોકે
- જાવેદ અખ્તર
***********************************
અત્યારે, અગાઉ વાંચેલી વાત યાદ આવે છે...
અત્યંત ગરીબ, શરીર પર પૂરા કપડાં નથી, નથી શરીર પર સરખું માંસ પણ... એવા સ્ત્રી, પુરુષો અને નાના બાળકો ના એક શરણાર્થી ના ટોળાને, સામેના દુશ્મન દેશની સરહદમાં જવા,સૈનિકો ચાબુક મારી મારી ને, દોડાવી રહ્યા છે.
તો...
સામેની બોર્ડર પર ઉભેલા સૈનિકો, તેમની સામે બંદૂક ધરી ને, તેમની તરફ આવતા રોકી રહ્યા છે.
કુતૂહલ વશ એક આધેડ વ્યક્તિની આંગળી ઝાલી ઉભેલું અને આ બધી પ્રક્રિયા જોતું એક નાનું બાળક બોલ્યું, "દાદા.. આ લોકો કેમ આપણ ને ત્યાં મોકલવા મારી રહ્યા છે? અને ઓલા સામે છે તે આપણને કેમ રોકી રહ્યા છે ???"
ગરીબ ટોળામાં, તે આધેડ વ્યક્તિ ચાબુક ના સોળ વચ્ચે, વેદના યુક્ત ચહેરાથી, બે દેશની બોર્ડર પર , સામસામે આવેલા ઝાડ પરથી આ તરફથી તે તરફ ના ઝાડ પર ઉડાઉડ કરતા પંખી ને જોઈ એટલું બોલ્યા, " બેટા આપણે પંખી નથી એટલે.... "
*******************************
(અગાઉ વાંચેલી વાર્તા)

Gujarati Whatsapp-Status by DINESHKUMAR PARMAR NAJAR : 111379557
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now