#નિષ્ક્રિય
દેવદાસ ફિલ્મ નો એક ડાયલોગ
बाबू जी ने कहा गांव छोड़ दो सब ने कहा पारो को छोड़ दो पारो ने कहा शराब छोड़ दो....
ફિલ્મ જોતા એવું લાગે કે જાણે હાલ જીવંત કહાની ન બનતી હોય તેનું લખાણ ડાયલોગ અને પાત્રની ભૂમિકા સાંભળવાનું અને જોવાનું મન થાય.લાગે આ ફિલ્મ હમણાં પૂરી ન થાય થાય,તેને કંટીન્યુ જોયા કરીએ..
હવે આપણી વાત આ વાત પણ કંઈ આવી જ છે મારા એક ખાસ મિત્ર નિકટતમ જેની સાથે મેં બાળપણથી લઈને ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી સુધીનો સમય વિતાવ્યો. તેને રેલવેમાં તેને નોકરી મળી ગઈ અમે સાથે એક્ઝામની તૈયારી કરતા હોવાથી તે અમારા પરિવાર ની ખુબજ ખુશીની વાત હતી.
દોઢ વર્ષથી વધારે સમય થયો હશે.નિમેષ ના પપ્પા નો મારા પર ફોન આવ્યો સવારના લગભગ નવ વાગ્યા હતા
કેમ છે બેટા ઓળખાણ પડે છે હું નિમેષ ના પપ્પા વાત કરું છું
હા અંકલ બોલો બોલો. મજામાં છો ને?
હું અને તારા કાકી મજામાં છીએ પણ આજ કાલ નિમેષ ના વર્તનથી અમે ચિંતિ છે
ભાઈ તારો મિત્રો આજકાલ દારૂ ના વ્યાસને ચડી ગયો છે.
અરે કશું વાત કરો છો ? તમારા ઘરે આવું છું શાંતિથી બેસીને આપણે વાત કરીએ.
બે દિવસ પછી નિમેષ આવવાનો છે તેવું તેમણે મને જણાવ્યું.
બે દિવસ પછી નિમેષ મળે છે મારી સાથે વાતચીત કરો છો તેનો ચહેરો એકદમ મૂંઝાયેલો હતો
નિમેષ કેમ છે પહેલા મજામાં ને તબિયત કેવી છે સારી છે?
મૂંઝાયેલા ચહેરાથી તે હા કહે છે
હસીને કહ્યું નિમેશ તું મારો બાળપણનો મિત્ર છે હું તને એકદમ નજીકથી ઓળખું છું તું નહીં પણ તારો ચહેરો મને ચાડી કરે છે.
નિમેષ પોતાની વાસ્તવિકતા જણાવે છે .મારી સાથે જ રેલવેમાં એક છોકરી નોકરી કરતી હતી અમે બંને કદાચ એક વર્ષની વધુ સમય એકબીજાને ઓળખતા હતા. બંનેની ઈચ્છા આપણે સાથે લગ્ન કરીને સાથે સાથે રહીશું પણ તેમના પરિવારને તે મંજુર નહોતો તેથી નિરંજના ની સગાઈ તેઓના સમાજ થઈ ગયા આટલું કહેતાં તેના આંખો માંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા..
નિમેશ જવાબ આપે છે માર ઉંમર તારા જેટલી એટલે કે 30 વર્ષ ઉપર થઈ છે અને નોકરી મળે દોઢ વર્ષથી વધારે સમય થયો છે
મેં હસીને જવાબ આપ્યો ૩૦ વર્ષથી આપણે બંને એકબીજાને ઓળખે છે આપણા બન્નેના પરિવારના તે માત્ર દોઢ વર્ષની મિત્રતામાં આ બધુ ભુલાવી દીધું ?
મને અંકલે વાત કરી છે તું આજકાલ કંઈ દારૂ પીવે છે ?
યાદ કર એ બાળપણને જેમાં મમ્મી પપ્પા ભાઈ બહેન અને આપણા પરિવાર સાથે રહેતા હતા દરેકના સુખ-દુઃખમાં જોડે હતા અને માત્ર એક દોઢ વર્ષની મિત્રતાના આ બધું તે ભુલાવી દીધું.?
નિમેષ રડે છે હા પણ હવે નહિ તારી એક જ વાત મને બધુ ભુલાવી દીધૂ છે. રડતા રડતા મિત્રો મને માફ કરજે
નિમેષભાઈ ઘરે જઈને ના પિતા તેમજ માતાને માફી માંગે છે અને હવે આવું ક્યારેય નહીં થાય તેવું વચન આપે છે.
સમાજની આવી થતી ઘટનાઓમાં ખાસ કરીને માતા-પિતા સગા સંબંધી પરિવારના વ્યક્તિઓ ખુબજ "નિષ્ક્રિય" બની જાય છે તેમના દ્વારા ઉછેરવામાં આવેલ એક સંતાન કે જેમનું સહરો તેજ છે. પણ તે સહાનુભૂતિથી સમજાવવામાં આવે તો ચોક્કસથી પરિણામ નિષ્ક્રિય માંથી સક્રિય થતું જોવા મળે છે.
" मोहब्बत वह नहीं है दोस्तों जो हम समझते हैं मोहब्बत तो एक कर्तव्यनष्ठा ,आत्मसमर्पण की भावना है।"
સુનિલકુમાર શાહ