નિષ્ક્રિય
આમતો મનુષ્યે હમેશા ક્રિયાશીલ રહેવું જ જોઈએ કારણકે ક્રિયા વગર બધું જ અધૂરું રહે છે કહો કે ક્રિયા જ મનુષ્યનું નશીબ ઘડે છે પરંતુ ઘણી ક્રિયાઓથી નિષ્ક્રિય રહેવું પણ આવશ્યક છે. કોઈપણ પાપ કર્મની ક્રિયા, પરપીડનની ક્રિયા, અણહક્કનું પચાવી પાડવાની ક્રિયા, અનૈતિક વર્તનની ક્રિયા, વેરઝેર ભરેલી ક્રિયા, આવી અનેક ક્રિયાઓથી મનુષ્ય નિષ્ક્રિય રહે તેમાજ તેનું હિત કલ્યાણ સમાયેલું છે.
#Passive