વિપક્ષ ને હંમેશા સાસક પક્ષ નિષ્ક્રિય લાગે છે.
સારા કાર્ય કરે સરકાર તો પણ નિષ્ક્રિય લાગે છે.
નહાઈ ને ટુવાલ જગ્યાએ ના સુકવાય ત્યારે તો,
દરેક ઘરે પત્ની ને પતિ હંમેશા નિષ્ક્રિય લાગે છે.
બંને ના વિચાર બિંદુ જ અલગ અલગ હોય છે,
પતિ પત્નીને અને પત્નીને પતિ નિષ્ક્રિય લાગે છે.
જોબ પર મલ્ટી ટાસ્ક કામ કરતા સંતાનો પણ,
મા બાપ ને ઘરે આળસુ તથા નિષ્ક્રિય લાગે છે.
સક્રિયતા અને નિષ્ક્રીયતા મનના વ્હેમ અનિલ,
આપણી મનપસંદ તો બીજાને નિષ્ક્રિય લાગે છે.
#નિષ્ક્રિય