ત્યારે હું યાદ આવીશ
ખાતરી છે કે તારો સાથ નથી મળવાનો આ જીવન માં ,
પણ તારા હસતા જીવનમાં મારુ નામ સાંભળીશ ,
ત્યારે હું યાદ આવીશ .
આમ તો હું તારા જીવનમાં થી ચાલ્યો જઈશ સદાને માટે ,
પણ તને પામવા કરેલા પ્રયત્ન ને યાદ કરીશ ,
ત્યારે હું યાદ આવીશ.
આમ તો તું સમજે છે મારા પ્રેમને એક રમત,
પણ જયારે તું કોઈના દલડાને પામવા આંસુ પાડીશ ,
ત્યારે હું યાદ આવીશ .
તને શું ખબર છે કે કેટલો પ્રેમ હું તને કરું છું ,
પણ જ્યારે તું કોઈના પ્રેમમાં નિષ્ફળ જઈશ,
ત્યારે હું યાદ આવીશ ..
R.B.A.