બધી જગ્યા પર જરૂરી છે પાસવર્ડ.
સલામતી નું બીજું નામ છે પાસવર્ડ.
મોબાઈલ પ્રિયતમાને ભેટમાં આપ્યો,
ખાનગી તો આખર હોય છે પાસવર્ડ.
પતિ પત્ની દીકરો કે દીકરી કોઈ પણ,
બધાના ખાસ અંગત હોય છે પાસવર્ડ.
પ્રિય પાત્ર ની માફક યાદ રાખવા પડે છે.
અવનવા રૂપે જનમતા હોય છે પાસવર્ડ.
અજીબ શોધ આ વિજ્ઞાનની છે અનિલ,
અંગત થી પણ અજાણ હોય છે પાસવર્ડ.
#પાસવર્ડ