ભૂતકાળ એ ભૂલવાનો વિષય નથી. તેમાંથી જ આપણને ભવ્ય વારસો જાણવા મળે છે. ભૂતકાળ જાણતા હોય તો આપણે એકની એક ભૂલ ન કરીએ. અને વગર ભુલે નવા કામ સરળતાથી કરી શકીએ. પહેલા ના લોકો જે ભૂલો કરી ગયા હોય અને તેનાથી જે પરિણામ ભોગવ્યુ હોય તેવું પરિણામ આપડે ભોગવવુ પડે નહીં. અને જે સારૂ હોય એ સહેલાઈથી અપનાવી શકાય. માટે જ તો શાળાઓમા પણ ઈતિહાસ ને એક અલગ આખા વિષય તરીકે ભણાવવા મા આવે છે.
#ભૂતકાળ