"દાદા, તમને BFF કે BFમાં કશી ખબર ન પડે.યુ નો, વી આર યંગ જનરેશન, અમારે આવું બધુંય કોમન હોય છે."
"એમ..?, પણ તે શબ્દોનો મતલબ તો સમજાવ." દાદાએ પૌત્ર રેવિનને પ્રશ્ન પૂછ્યો.
"BFF એટલે બેસ્ટ ફ્રેન્ડસ ફોરેવર.BF એટલે થાય બોયફ્રેન્ડ.સમજી ગયા??"
રેવિન ગયો, નારણદાસ ભૂતકાળમાં સરી પડ્યા.ગામડાનું દેશી નળિયાનું મકાન,ચારેબાજુ ગારાએ ચણેલી વંડી.ફળિયામાં ઉભેલો કડવો લીમડો.ઉનાળાના એ તડકામાં સતાંકડો દાવ રમતા ત્યારે લીમડે ચડી જતા.
"તે ઇ મધો, ભુપત અને નાથો તો છોકરો કયે એમ બેએફફ.. હતા.પણ કાળા કાકાની સવુને હું કહેવાતું હશે અંગ્રેજીમાં..?" નારણદાસે બીડી ઓલવી અને છાપું વાંચવાનું શરૂ કર્યું.
#ભૂતકાળ