દોસ્ત તારા નામે લખવા બેઠી કવિતા હું,
તું મારા પાનખરમાં વસંત બનીને આવ્યો છું,
તું ઉનાળાના આકરા તાપમાં ખભે તારા શીતળ છાંયો લઈને આવ્યો છું,
તારો સાથ મારા જીવનમાં વડવાઈ જેવો વિશાળ છે,
તું મારા માટે હાસ્ય નામની ગોળી બનીને આવ્યો,
માત્ર દિવસમાં એક વખત વાત કરું તારી સાથે અને દિવસ ઊગી નીકળે મારો,
તું જો બધા માટે હાજર રહેતો હોતને,
તો દરેકને તારું જ નામ Prescribe કરી આપત હું,
પણ એ દવા તો ખાલી મારા માટે જ અસરકારક નીવડશે એ જાણું છું હું,
તું મારા માટે અમૃત સમાન બનીને આવ્યો છું,
હવે શેની સાથે આપું હું તારી ઉત્પ્રેક્ષા?
તારી સરખામણીના તોળે આ જગતની તમામ વસ્તુ વામણી લાગશે,
તું મારા માટે એવો દરિયો છે પ્રેમનો,
જેમાં માત્ર ભરતી જ આવે ઓટ નહીં,
તું મારા માટે એ આસમાન છે,
જ્યાંથી માત્ર વર્ષે સ્નેહવર્ષિ,એ આકાશમાં જોયો નથી મેં ક્યારેય તડકો,
તું છે મારા માટે એ બગીચો,
જ્યાં જોઈતું હતું મને માત્ર એક જ ફૂલ,
અને તું લઈને આવ્યો આખું ઉપવન દોસ્તીનું!!