છુટી ગયેલું એ બાળપણ આજ ચિત્રમાં નજર આવે છે,
છુટી ગયેલ એ લંગોટીયા મિત્ર
તસવીરો મા નજર આવે છે.
ચિત્ર એ બાળપણના કેટલી સુંદર દેખાય છે.
આડી અવળી દોરેલ એ રેખાઓ ચિત્ર છે,
નતું આવડતું ત્યારે પપ્પાએ,
શીખવાડ્યું હતુ હાથ પકડી મારો એ ચિત્ર,
બાળપણ ની એ વાતો જે આજ માનસપટ પર ઉપસી ચિત્ર સ્વરુપ આવે છે.
#ચિત્ર