#પથ ........
ભારતના ભવિષ્યની શપથ સમો એકવીસ દિવસ નો અગ્નિપથ,
મહામારી નાથવા કાજે, દેશહિતમાં પ્રયાસ આ ભગીરથ.
ભારતીય હું ! 'સરદાર'નો મારે વારસો,
થકી પ્રયાસ અહર્નિશ, દેશ મારો દોડશે,
ઉમંગ એક , એ જ એક ખ્વાહિશ.
ગીતા (ધ્યાન)નું ચિંતન છે, સાક્ષીભાવ એ તો અધ્યાત્મનો રાજપથ,
સમયની છે માંગ, માનવીથી માણસાઈ તરફ પ્રયાણ હોવો સઘળાં સમાજનો પથ.
એકવીસ દિવસનો યજ્ઞ આ, આ જ ઉપવાસ પણ,
દેશ મારો જીતશે, જીતશે દેશપ્રેમ, હવે એ જ એક પ્રણ.
માંહ્યલાની (અંતરાત્માની) હાકલ છે, ન સોંપુ મારું ભવિષ્ય એક રોગને કદી,
હું ' ભારત ' છું , મારા અસ્તિત્વ પર કોઈનું આધિપત્ય ન સાંખી લઉં કદી.
સૂર્યસમો દેશ મારો, તેજપુંજ એનું અમાપ,
મેરૂસમ મક્કતાપૂર્વક, કરીએ અણધારી આફતને સમાપ્ત.
✍️... પંકિલ દેસાઈ