#પક્ષ
મારી સાથે હોવાનું કહીને પણ તું મારા પક્ષમાં ન રહ્યો,
મારી રડતી આંખોની પરવા કર્યા વિના,
તું ઠેકડી મારી ઉડાડતો રહ્યો,
ભરી મહેફિલ માં નજરઅંદાજ કરી
ઉપાલંભ ભર્યું હસતો રહ્યો,
સ્તબ્ધ બની હું જોતી રહી આજ છે મારો દોસ્ત,
દોસ્ત હું તારો કહીને બીજાની
દોસ્તીનો સાથ નિભાવતો રહ્યો,
ને મારી સાથે કોઈના માટે લડતો રહ્યો.