ચા પ્રેમીઓ ને અર્પણ
રંગ માં થોડી શ્યામ છે ને સ્વભાવે થોડી કડક
સાથ જો મળે પ્રેમ થી દૂધ નો તો સૂરજ ની લાલી ને પણ શરમાવે છે
જીભ ને અડતા જ મીઠાશ મૂકી જાય છે
આદુ મસાલા ની અનેરી સુગંધ
નાક ને મન તરબતર કરી જાય છે
' એક કટિંગ ' ના ઓર્ડર સાથે નવા સ્મરણો બનાવી જાય છે
હોસ્ટેલ ગેંગ તો આખી ચા ના નામે જ ઓળખાય છે
શિયાળા ની કડકડતી ઠંડી માં ચા ની પ્રેમાળ હૂંફ ગરમી આપી જાય છે
ઉનાળાની બપોરે પણ ચા નો ઓપ્શન ક્યાં શોધાય છે
ચોમાસાની ભીની મોસમ માં ચા પ્રથમ પ્રિયતમ નો પ્ર ગણાય છે
એમાં પણ ગરમ નાસ્તો મળે તો સોના માં સુગંધ ભળી જાય છે
મમ્મી કે ભાભી ના હાથ ની ચા અનેરી લિજ્જત આપી જાય છે
એક ' ટચ ' જો મળે ભાઈ ના હાથ નો તો ચા દિવસ બનાવી જાયછે
મમ્મી ની ગેરહાજરી માં પપ્પા પણ પુછી જાય છે " છે ને મમ્મી ના હાથ નો ટેસ્ટ"
ચા ના નામે મિત્રો સાથે ચાય પે ચર્ચા થાય છે
રિસાયેલા ને મનાવા ચા નું જ સમાધાન શોધાય છે
પરિક્ષા સમયે તો ચા જીવાદોરી બની જાય છે
ગરમ ચા ની મજા સાથે હજારો યાદો ઘૂંટાય છે
ગ્રીન ટી જેવી ચા ની બહેનો પણ વખણાય છે
સાથ મળે જો ચા નો તો દુનિયા ભૂલી જવાય છે.