ભટકી રહેલો જીવ આજે થયો છે કેદ
હતો કેદ એ જીવ આજે ભટકે છે,...
શું કરામત છે કુદરતની આ,
કોરોના નામની 'કહેર' ઝટકે છે,...
ઘરભેગા કરી દીધાં ભટકતા જીવને,
કેવો તો આ કોરોનાનો 'ડર' લટકે છે....
ડરી ડરીને શ્વાસ લઈ રહી છે આ દુનિયા,
કેેવો તો આ દિલનો 'ખોરાક' કટકે છે,...
થયો છે દૂર એક જીવ ,બીજા જીવથી ,
રાખીએ 'મનનો સ્પશૅ'એ જ એક ઈલાજ સમજે છે,....
સ્વચ્છતા રાખીએ અને રાખીએ સાવચેતી ,
"સંકલ્પ અને સંયમ રાખીએ"એમાં જ ખુશી ઝડકે છે.
-'વિદ્યા પાડવી. જિ-તાપી'.24/03/2020