આજથી ચાર દી પહેલા આપણે કોઈએ વિચાર્યુ હતુ કે આ હાલાત આવીને ઉભા રહેસે ?
અરે આપણી વાત્ય જવા દો તો પણ ચાર મહિના પહેલા દુનિયામાં કોઈએ વિચાર્યુ ન હતુ કે આવુ કાંક થસે
દુનિયાના દરેક દેસો પોતપોતાની શોધો અને વૈજ્ઞાનિક તરકી ઉપર દમ મારી રહ્યા હતા .... અરે ચાંદ અને મંગળ પર પહોચી જવા બદલ પોતપોતાની પીઠ થપથપાવી રહ્યા હતા અને દુનિયા વૈજ્ઞાનિક સંશોધનોના સર્વોચ્ચ શિખરે છે એવી વાત થતી હતી
પણ અટાણ હાલના હાલાત જુઓ તો હંધાય દેસોમાં અટાણે હાહાકાર છે
વૈજ્ઞાનિક શોધોના શિખરે તથા ચાંદ અને મંગળ પર પહોચી ગયેલાઓ પાસે એક વાયરસનો ઈલાજ નથી ..... ચાંદ અને મંગળ પર પહોચવાથી દુનિયાને થનારા ફાયદાની વાતુ કરનારા અટાણે એક વાયરસના તોડ હાટુ ફાંફે ચડી જયા છે
આ બધુ વિચારીએ તો એમ લાગે કે આટઆટલી વૈજ્ઞાનિક શોધો અને સિધ્ધિઓ પછી પણ માણસ આજે પણ પ્રકૃતિ આગળ એ જ જગ્યા એ છે જે જગ્યાએ એ એના આદીમાનવ અવસ્થામાં હતો ... પ્રકૃતિ સામે વિજ્ઞાન કાલે પણ વામણુ પુરવાર થયુ હતુ અને આજે પણ વામણું જ પુરવાર થઈ રહ્યુ છે
માણસે આખરે તો પ્રકૃતિના સામર્થ્યને સ્વીકારવું જ રહ્યુ ..... અને પ્રકૃતિના શરણમાં જવુ જ રહ્યુ ....