સ્ત્રી અને પુરુષ "બરાબર" છે એમ કહેવાય છે
પણ કઠિનાઈ જુઓ
ઓફિસ જતા પુરુષના હાથમાં ટિફિન અપાય છે ને સ્ત્રી ને સમય ના મળવાથી ટિફિન ભરવાનું રહી જાય છે.
રાતે રડતાં સંતાનોને છાના રાખવાની જગ્યાએ પિતા રુપી પુરુષ બીજા રુમમાં જાય છે ને માતા રુપી સ્ત્રી સંતાનને ચૂપ કરાવે છે.
આવી તો કેટલીયે વાતો છે જે ડગલે ને પગલે સ્ત્રીને પુરુષ "બરાબર" ન હોવાનું રોજ સાબિત થાય છે.
અઢારમી સદી હોય કે એકવીસમી સદી સ્ત્રીને આજે પણ લગ્ન કરી પોતાનું કહેવાતું ઘર છોડવું પડે છે
અને સૌથી અઘરી વાત કે પિયર જવા માટે આજે પણ સાસરિયાની પરવાનગી લેવી પડે છે.
#બરાબર