ડંકી ધમીને છલકતા ગાગર-ઘડો
એ તો હતા પુર્વજો અમારા,
કહે છે ફિલ્ટર- આર.ઓ.
ડાયનિંગ ટેબલ પર લસરતી ક્રોકરી ડીશ નો ખખડાટ
કહે છે,
તાંસળી-છાલ્યા-પાટલો સાથે બેસતા
એ તો ભુલાયેલી વાત.
સાથે બેસી ટી.વી જોવી એ તો જુનવાણી રીત
કહે છે,
યુ ટ્યુબ, પ્રાઈમ’ને વળી પાછું નેટફલિક્સ.
ગુગલ પર સર્ચ કરીને આપ્યો એણે જવાબ,
જ્યારે એકલા ફ્લેટને કર્યો ઘરનો મે સવાલ.