એક ' દિ
હું અને વૃક્ષ
વાર્તાલાપ કરતા હતા
મે કહ્યું,
જેમ જેમ
ગરીબ થતો ગયો
તેમ તેમ
સગા સંબંધી, અને મિત્રો છૂટતા ગયા,
આ સાંભળી
વૃક્ષ ખડખડાટ હસ્યું
હસતા હસતા બોલ્યું
જલરૂપ
કુદરતી ક્રમ છે.
પાનખરમાં મારા પર્ણ
એક પછી એક સાથ છોડીને ખરી પડે
જેવો
વાસંતી વાયરો વાય
કોયલ નો ટહુકો સંભળાય
કે
તરત જ
એક પછી એક નવા પર્ણ આવી જાય.
ને
પાછી એજ જાહોજલાલી.