રુહ થી રુહ ના પ્રેમ સંબંધ.....
મગજ મારૂ છે પણ વિચાર તારા છે,
કપાળ મારું છે એના પર ચુંબન તારા છે,
આંખો મારી છે સરતા આંસુ તારા છે,
રુહ થી રુહ ના પ્રેમ સંબંધ અમારા છે.....
ગાલ મારા છે પણ એના ભાવ તારા છે,
કર્ણ મારા છે પણ સંભળાતા સુર તારા છે,
નાક મારુ છે પણ લેવાતા શ્વાસ તારા છે,
રુહ થી રુહ ના પ્રેમ સંબંધ અમારા છે.....
અવાજ મારો છે પણ શબ્દ તારા છે,
હોઠ મારા છે પણ એના રંગ તારા છે,
ગળુ મારુ છે પણ આભૂષણ તારા છે,
રુહ થી રુહ ના પ્રેમ સંબંધ અમારા છે.....
ખભ્ભા મારા છે એના પર હાથ તારા છે,
હૃદય મારુ છે પણ એમાં પ્રાણ તારા છે,
હાથ મારા છે પણ એમાં હાથ તારા છે,
રુહ થી રુહ ના પ્રેમ સંબંધ અમારા છે.....
પગ મારા છે પણ પગલા તારા છે,
શરીર મારુ છે પણ શૃંગાર તારા છે,
આત્મા મારી છે પણ જીવ તારો છે,
રુહ થી રુહ નો પ્રેમ સંબંધ અમારો છે.....
Dilwali Kudi