તું ...જ...જેને જોતાં જ પહેલી વાર માં જાણે પ્રેમ ના એંધાણ થઇ ગયા,
તું ...જ...જેનો ચહેરો જીંદગી માં ક્યારેય નહીં ભૂલાય,
તું ...જ...જેની સાથે જીવન ની એક એક પળ વિતાવવા માંગુ છું,
તું ...જ...જેને મને સમજાવ્યું લાગણી નુ મહત્વ,
તું ...જ...જેનો સાથ ના હોવો મતલબ જીંદગી ની મોટી એક સજા,
તું ...જ...જેનો સાથ હોવો મતલબ જીંદગી ની અણમોલ એક મજા,
તું ...જ...જેની આંખો માં જોતા જાણે આખા બ્રહ્માંડ ની ચમક,
તું ...જ...જેના હસતા ચહેરા ને જોતા જાણે આખી દુનિયા નુ સુખ,
તું ...જ...જેને જોતા સમજાય છે "તું છે તો હું છું".
બસ એક તું જ.....