Gujarati Quote in News by બાબા સત્સંગી

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોરોના સામે કાળજી

કોરોના વાઇરસ શરીરની ઉપરની સપાટી પર હોય ત્યાં સુધી જોખમી નથી, પરંતુ તે "શરીરમાં પ્રવેશ કરે તે પછી જ" જોખમી છે.

માટે અજાણતાં પણ ધોયા વગરના હાથે આંગળી વડે નાક ખોતરવું, કાનમાં આંગળી નાખી કાન સાફ કરવા કે હાથ વડે આંખો ચોળવી એટલે હાથ પર રહેલા વાઇરસને શરીરમાં જાતે જ ઘુસાડવા.

આવું ટેવવશ અને અજાણતાં જ આપણી ખબર વિના રોજ અનેકવાર થતું જ હોય છે.
આપણને તેની જાણ પણ નથી હોતી !

સામાન્ય દિવસોમાં તે જોખમી નથી, પરંતુ અત્યારના વાઇરસના સંક્રમણ સમયે તે ખૂબજ જોખમી છે.

આ વાત નાની જરૂર છે, પરંતુ ખૂબજ ધ્યાન રાખવા જેવી છે.

માટે એવી કોઈપણ પ્રવૃત્તિ કરવી જરૂરી હોય તો, તેના પહેલાં અને પછી, હાથ અવશ્ય ધોઈ લેવા.
અને ઘરમાં કોઈ આ ભૂલ ના કરે તેની તકેદારી રાખવી અને રખાવવી.

Jay Guru Maharaj

Gujarati News by બાબા સત્સંગી : 111370802
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now