જેનો ઉદય એનો અસ્ત પણ છે.
છતાંય આ જીંદગી મસ્ત પણ છે.
મુશ્કેલીનો સામનો નીડરતાથી કરો.
હિંમત હાર્યા તો જીવન ત્રસ્ત પણ છે.
એકધારો સમય કોઈનો જતો નથી.
ચાંદો-સુરજ ગ્રહણથી ગ્રસ્ત પણ છે.
જો નિરાશાની નૈયામાં સવારી કરશો.
તો તબિયત હંમેશા નાદુરસ્ત પણ છે.
કોરોનાને પણ અટકાવી શકો છો હજુ.
કુદરતના નિયમ નહીં તો ચુસ્ત પણ છે.
#ઉદય