જેમ રોજ સવારે સૂર્યોદય સાથે એક નવા દિવસની શરૂઆત થાય છે, એમ જ જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ જ્યારે કાયમ માટે આવી જાય છે, ત્યારે પણ જીવનનો એક નવો ઉદય થતો હોય છે, મારા જીવનમાં પણ તારા આવવાથી એક નવું અજવાળું પ્રસરી ઉઠ્યું છે, હા, હું પણ એક એવા અંધકારમાં હતો જ્યાં હું ખુશ તો હતો, પણ જીવનનું કોઈ લક્ષ નહોતું, અને ત્રણ વર્ષથી તું આવી જીવનમાં, એક આશાનું નવું કિરણ લઈને, મને મારા જીવનમાં એક લક્ષ મળી ગયું !!!
આજે મારા જીવનમાં તારા સિવાય બીજું કોઈ ખાસ નથી, ના એ વાતનો મને અફસોસ છે, પહેલાં હું જ્યારે મારો મોબાઈલ હાથમાં લેતો ત્યારે ટાઈમ પાસ કરવા માટેના ઘણાં રસ્તાઓ ખુલ્લા હતા, આજે મોબાઈલ હાથમાં લઉં છું ત્યારે મારી પાસે માત્ર તું અને તું જ છે !! જરૂર પણ નથી હવે ખોટા ટાઈમપાસની, તારી રાહ જોવામાં પણ હું ખુશ રહી શકું છું, ભલે તારી પાસે હાલ એટલો સમય નથી કે મારી સાથે સતત વાત કરતી રહે, પણ એનાથી મને કોઈ ફરક નથી પડવાનો, મેં તો મારા જીવનનું એક લક્ષ નક્કી કરી લીધું છે, બસ તારા સુધી પહોંચવું છે, હું મારો બધો જ સમય તને આપવા માંગુ છું, મારી દરેક ક્ષણ, મારા દરેક શ્વાસ બસ તારા નામે જ કરવા માગું છું, કારણ કે તું મારા જીવનમાં થયેલો એ ઉદય છે જેનું અજવાળું કાયમ પ્રસરાયેલું રહેશે, તને ખોઈને હું મારા જીવનમાં અંધકાર કરવા નથી માંગતો...!!!
#કેપ્ટન @શ્યામ
#ઉદય