" વિચારો" શું છે ??......(લેખ )
વિચારો શબ્દો મનમાં આવતા જ અનેક વિચારો મનમાં પ્રગટ થવાનાં શરૂ થઇ જાય છે.
નાનપણથી લઈને મૃત્યુ સુધી વ્યક્તિ કંઈને કંઈ વિચારતો જ હોય છે આ ક્રિયા માનવીના મન અને મગજમાં સતત ચાલુ રહેતી હોય છે .
મારા જે વિચારો છે એ હું આજે અહીં પ્રસ્તુત કરું છું. ગમે તો લાઈક અને શેર જરૂરથી કરશો .
વિચારો બાળક હોય ત્યારે માત્ર કાલ્પનિક દુનિયા ના જ વિચારો બાળક મન અને માનસ ઉપર અવિરત પણે આવ્યા કરતાં હોય છે મન સદાય કલ્પનાઓમાં જ ઉડતું રહેતું હોય છે બાળકોના મનમાં અને માનસ ઉપર વર્ષ થી લઈને 10 વર્ષ સુધી કોઈપણ પાકિત થયો વિનાના વિચારો વધુ આવતા હોય છે જેમાં કોઈ જાદુ, જાદુઈ દુનિયા ,સ્પાઇડરમેન જેવા કોઇ શક્તિશાળી વ્યક્તિઓની કલ્પનાઓ આવા અદભુત અને કાલ્પનિક વિચારો જ બાળકના માનસ ઉપર કાયમી હાવી હોય છે.
જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ બુધ્ધિ અને સમજ શક્તિઓની વિચારો ઉપર પણ અસર પડતી જોવા મળે છે હવે બાળક મોટું થાય તેમ વિચારો વાસ્તવિક રૂપ સાથે સાંકળતું જોવા મળે છે હવે બાળક મોટું થાય તેમ વિચારો વાસ્તવિક રૂપ સાથે સાંકળતું જોવા મળે છે સત્ય અને અસત્ય વસ્તુઓ નો તફાવત સમજતા શીખે છે જેની અસર તેના વિચારો પર પણ જોવા મળે છે હવે હકીકત થી પરિચિત થઈ વિચારોમાં પણ હકીકતોની સ્થાન આપતું જોવા મળે છે .
યુવાન અને પરિપક્વ થતી ઉંમરમાં ભવિષ્યલક્ષી આયોજન અને ભવિષ્ય ને લગતા વિચારો વધુ જોવા મળે છે જે એના ભવિષ્ય ને પૂર્વઆયોજિત કરતા વિચારો અને હકીકતો ને અનુલક્ષીને વિચારો કરતો હોય તેવું વધુ જોવા મળે છે .
જીવનના દરેક ઉતાર ચઢાવ સર કરેલો માનવી હવે ભવિષ્ય ને લગતા વિચારો છોડી ભૂતકાળના વીતેલા સમય અને દિવસો ની યાદ માં વધુ વિચારતો જોવા મળે છે હવે બહુ આયોજનપૂર્વક વિચારોનું સ્થાન ઘટતું જોવા મળે છે વિચારો બસ ભૂતકાળ અને વર્તમાન ને અનુલક્ષીને વધુ પડતો જોવા મળે છે .
જીવનનો છેલ્લો તબક્કો વૃદ્ધાવસ્થા એમાં વિચારો ન કાલ્પનિક દુનિયા ના હોય ન તો કોઈ ઉડવાના હોય છે બસ જીવન વ્યતીત થાય છે અને માનવી વ્યતિત કરતો હોય છે બસ માર્ગદર્શનને અને અનુભવો ને અનુલક્ષીને વિચારો કરતો જોવા મળે છે જે અન્યના જીવનને માર્ગદર્શકરૂપ બની રહે તેવા વિચારો વધુ કરતો જોવા મળે છે કોઈ એક વિષય વસ્તુ ને ધ્યાન માં ન રાખતા જીવનના દરેક તબક્કાને ધ્યાનમાં લઈને વિચારતો હોય છે અને બીજા ને માર્ગદર્શન અને મદદ રૂપ થવા ના વિચારો તેનામાં વધુ જોવા મળે છે.
બસ ,શું છે વિચાર ???,શું આ જ વિચારો છે ??, જે માનવી પોતાના જીવન કરતો હોય છે જે કલ્પના ઓથી શરૂ કરીને ,હકીકતો ને સ્પર્શ કરીને .અનુભવો સુધી સીમિત છે .
વિચારો વિશે ના આ મારાં વિચારો છે .કોઈ ભૂલ કે ક્ષતિ હોય તો મારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી .અને જો આ માટે આપનું કોઈ માર્ગદર્શન હોય તો સદાય આવકાર્ય છે .
હેતલ .જોષી .રાજકોટ