ભગવાન શ્રીકૃષ્ણ એ કહ્યું છે ક્યારેક રણ જીતવા માટે પણ રણ છોડવું જરૂરી છે.. જીવન સંગ્રામમાં ક્યારેક એવો મોડ પણ આવી શકે જે પ્રાપ્ય ના હોય ના મળી શકે તેને ત્યાંજ છોડી જવું... આ કોઈ હાર જીત નથી ફક્ત સ્વીકારની ભાવના છે.. નિયતિ માણસને ક્યારેક પછડાટ આપીને પણ ઘણું શીખવાડી જતી હોય છે.. પોતાના આચાર, વિચાર, સંસ્કાર, સ્વભાવ, જે ખામી રહી છે તે realize કરાવે છે. જે ભૂલો જે દુર્ગુણો આપણને દુષિત કર્યા એને સુધારવાનો મોકો આપતી હોય છે. આ ઘડતર જરૂરી છે.