'સંરેખિત' આ જીવનમાં કશું જ નથી હોતું,
હોય છે સગાં ઘણા પણ પોતાનું કહી શકાય એવું કોઈ નથી હતું.
સુખમાં જોવા મળતાં ચહેરામાંથી આપત્તિ સમયે કોઈ નથી હોતું.
હસતા ચહેરાના દિવાના બધાં પાછળનું રુદન કોઈ નથી સમજતું.
એકલા જ આવ્યા ને એકલા જ જવાના આ વાસ્તવિકતા કોઈ નથી સમજતું.
આ મારું ને આ તારું કરતાં પોતે પણ કંઈ કેટલી લાગણી દુભાવી,
છતાં એમ જ માને કે પોતાની લાગણી જાણે કોઈ નથી સમજતું.
#સંરેખિત