આંસુ,,
જન્મ્યાં ને આવ્યા તા આંસુ..
ઠેસ વાગી ને પડી ગયા આવ્યા આંસુ.
પહેલી વાર નિશાળે જતા આવ્યા તા આંસુ.
ખુશી હસતાં આંખે આવ્યા હષૅના આંસુ..
દુખ માં આવ્યા સાથે કોઈ ન હતું આવ્યા આંસુ.
મંદિર જઇ કરી ફરિયાદ ભગવાન પાસે આવ્યા આંસુ.
સમય ન મળ્યો કયારેય,વ્યસ્ત જીવનમાંથી
આવ્યા આંસુ.
માંદગી સમયે ખાટલે પડયાં આવ્યા આંસુ.
છેલ્લે નીકળ્યા પ્રાણને આંખો ને આવ્યા આંસુ.
જન્મ થી મરણ સુધી સાથે રહ્યા છે આંસુ.