આ સંસારમાં કોઈ શક્તિશાળી નથી. જે ધન , પ્રતિષ્ઠા , શક્તિ પર આપણે ગર્વ કરી ફરીએ છે એ તો કાળનાં ચક્રમાં બહુ થોડાં વર્ષો છે. કયારેક વિચાર કરી જુઓ જાપાનમાં આવેલા ધરતીકંપ અને સુનામીને થયેલો ભયંકર વિનાશ જોશો તો ખ્યાલ આવશે કે કુદરતની શક્તિ કેટલી અગમ્ય છે કે ઘડીના છટ્ટા ભાગમાં જે આપણે “પોતાની” ગણીએ છીએ તે દરેક વસ્તુ નાશ પામે છે. ઘર,ગાડી, સગા-સંબંધી, જમીન, ધન બધું પળભરમાં સાફ થઇ જાય છે. જે લોકો ગઈ કાલે જયારે બે હાથેથી ભોજન આરોગતા હતા અને તેનો બગાડ કરતા હતા તેઓ આજે બે ટંક ખાવા માટે ફાંફાં મારે છે.
આથી અહમ નો ત્યાગ કરો , નમ્ર બનો , સહુને માનથી બોલાવો , વ્યવહારમાં વિનયી બનો. આપણે બે બદામનાં માણસો છીએ અને એક પળમાં કોણ આપણાથી બધું લઇ જતો રહેશે તેનું ભાન કે જ્ઞાન પણ નહિ રહે.
!! શ્રી ગુરુદેવ દત્ત !!